કારણ અકબંધ:દાંતીવાડા ડેમ વિસ્તારના અવાવરા કુવામાં યુવક ખાબકતા મોત નિપજ્યું

દાંતીવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કયા કારણોસર યુવકે કૂવામાં ઝંપલાવ્યું તેનુ કારણ અકબંધ રહ્યું
  • પોલીસે રામનગરના તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો

દાંતીવાડા ડેમ વિસ્તારમાં આવેલા એક આવાવર કુવામાં યુવક પડ્યો હતો.જેને રામનગરના તરવૈયા દ્વારા મહામેહનત બાદ બહાર કાઢવામાં આવત મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દાંતીવાડા ડેમ વિસ્તારમાં આવેલા એક અવાવર કુવામાં રામસિડા ગામના યુવક ચંદુભાઈ મકવાણા અગમ્ય કારણસર કૂવામાં પડતા દાંતીવાડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે રામનગરના તરવૈયાઓ દ્વારા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢવામાં આવેલા યુવકને યુવકનું મોત નીપજતા દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ ખસેડવામાં આવ્યો હતો.

કુવામાં પડેલા યુવકને બહાર કાઢવામાં રામનગરના તરવૈયા ચંપુસિંગ વાઘેલા, બાબરસિંગ વાઘેલા, ભમરસિંહ વાઘેલા, બચુસિંહ વાઘેલા,અભેસ્ંહિ વાઘેલા, મેતાપસિંહ વાઘેલા સહિતનાઓ ભારે જેહમત ઉઠાવી હતી.જોકે કયા કારણોસર યુવકે કુવામાં ઝંપલાવ્યુ હતુ તેનુ કારણ અકબંધ રહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...