દુર્ઘટના:ભાભરના ખારા પાટિયા પાસે જીપ-ડાલું અને કાર અથડાતાં એકનું મોત

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુઇગામના ભરડવા ગામના યુવાનને ગંભીર ઇજા થઇ

ભાભર તાલુકાના ખારા પાટિયા પાસે રવિવારે રાત્રે જીપડાલા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર એકનું મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી.

સુઈગામના ભરડવા ગામના રામસિંગભાઈ રાજપુત કાર ( જીજે 05 આર એ 0078) લઈ દિયોદરથી ભાભર તરફ આવતા હતા. ત્યારે ભાભર તરફથી આવતા જીપડાલુ (જીજે 08 જેડ 8049) અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.તેમજ કાર રોડની સાઈડમાં ફંગોળાતા ધડાકો થતાંની સાથે જ આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા.કારચાલક રામસિંગભાઈ રાજપુતને ગંભીર ઇજા થઇ હતી.

તેમની બાજુમાં બેઠેલ લાલાભાઇ લક્ષ્મણભાઈ ગોહિલ (રહે.ખીમાણાપાદર) ને વધુ ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. રામસિંગભાઈ રાજપુતને ભાભરથી રાધનપુર રીફર કરાયા હતા. પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...