વિજકર્મીઓમાં શોક છવાયો:ભાભર યુજીવીસીએલના હેલ્પરનું કરંટ લાગતાં મોત, લાઇટ બંધ હોવાથી કેબલ કામગીરીનું કામ કરતો

ભાભર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાભરના કમાલપુર વિસ્તારમાં રહેતા અને યુજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા વીજ કર્મી બુધવારે અબાસણા ગામે ઠાકોરવાસ પ્લોટ વિસ્તારમાં લાઈટ બંધ હોઈ કેબલ બદલવાની કામગીરી કરતાં વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. જેને લઇ પરિવાર સહિત વિજકર્મીઓમાં શોક છવાયો હતો.

ભાભરના કમાલપુર વિસ્તારના સુરેશભાઈ કરશનભાઈ ઠાકોર (ઉં.વ.આ.30) જેઓ ભાભર યુ.જી.વી.સી.એલ. કચેરીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે બુધવારે સવારે તેઓ અબાસણા ગામે ઠાકોરવાસ પ્લોટ વિસ્તારમાં લાઈટ બંધ હોઈ કેબલ બદલવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન 11 કેવીના થાંભલાને કેબલ બાંધવા જતાં હાથ અડી જતાં વીજ કરંટ લાગતા સુરેશભાઈ ઠાકોર નીચે પટકાયા હતાં. જેમને તાત્કાલિક ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતાંતબીબે મૃત જાહેર કરતાં અરેરાટી મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...