માઉન્ટ આબુ ખાતે સુરતથી શાળાના વિદ્યાર્થીને લઈને પ્રવાસે આવેલી ખાનગી લકઝરી બસ શનિવારે બપોરે પરત ફરતી હતી. ત્યારે માઉન્ટ આબુના સાતગુમ નજીક અચાનક લકઝરી બસની બ્રેક ફેલ થતાં ચાલકે સમયસૂચકતા વાપરી લકઝરીને પહાડને અથડાવી હતી. જેમાં લકઝરી બસમાં સવાર પાંચ વિદ્યાર્થીઓને ઇજા થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. સુરતથી શાળાના 35 વિદ્યાર્થીઓને લઇ એક લકઝરી બસ નંબર જીજે-03-બીવી-5333 માઉન્ટ પ્રવાસે આવી હતી.
માઉન્ટ આબુ પ્રવાસ કરી આ લકઝરી બસ શનિવારે બપોરે પરત ફરી હતી. ત્યારે માઉન્ટ આબુના સાતગુમ નજીક અચાનક જ લકઝરી બસની બ્રેક ફેઇલ થઇ હતી. લકઝરી બસની બ્રેક ફેલ થતાં ચાલકે બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ બસ કાબુ ન થતાં ચાલકની સમયસૂચકતાના લીધે બસ રોડની સાઈડના ભાગે પહાડ સાથે ટકરાઇ હતી. જેને લઈ બસમાં સવાર 35 વિદ્યાર્થીઓમાંથી પાંચ જેટલા વિદ્યાર્થીઓને ઈજા ઓ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને માઉન્ટ આબુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ક્રેઇન દ્વારા બસને સાઇડમાં કરાઇ હતી. બસ ચાલકની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.