અંતિમ પગલું ભર્યું:અમીરગઢના સરોત્રામાં ત્રણ સંતાનની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમીરગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષની બાળકીને પલંગમાં બેેસાડી તેની નજર સામે માતાએ અંતિમ પગલું ભર્યું
  • સાસરિયાંના ત્રાસથી આપઘાત કર્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે ત્રણ સંતાનની માતાએ પોતાની દોઢ વર્ષની પુત્રીને પલંગમાં બેસાડી તેની નજર સામે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. તેણીએ પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી આ પગલું ભર્યુ હોવાની મૃતકના મામાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સરોત્રા ગામે બીનુંદેવી ગવારીયાએ ગુરૂવારે પોતાની નાની પુત્રીને પલંગમાં બેસાડી નજર સામે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. રાજસ્થાનના પિંડવાડા તાલુકાના ઉડવાડીયાના રમેશ કુમાર કાળુરામ ગવારીયાએ જણાવ્યું હતુ કે, મારી ભાણેજના લગ્ન પોપટલાલ મેરાજ ભાઈ ગવારીયા સાથે કર્યા હતા. એકાદ વર્ષ બાદ પતિ નાની બાબતોમાં ઝગડા કરી મારઝુડ કરતો હતો. સસરા મેરાજભાઇ પણ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતા હતા. તેમના ત્રાસથી તેણીએ આપઘાત કર્યો છે.

દીકરી જોતી રહી અને માતાએ અંતિમપગલું ભર્યુ
દીકરી જોતી રહી અને માતાએ અંતિમ પગલું ભરતાં અરેરાટી પ્રસરી હતી.પરિણીતાએ દરવાજો અંદરથી બંધ કરી આપઘાત કર્યો હતો. જ્યાં પરિવાર જનોએ બુમા બૂમ કરતા આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા. જેમણે પોલીસને જાણ કરતાં પોલીસે દરવાજો તોડી અંદર ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...