અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી શુક્રવારે સવારે કન્ટેઇનરમાંથી નાના-મોટા નંદી (આખલા), ગાય મળી 64 કિંમત રૂ.96 હજાર મલી કુલ રૂ.12.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નંદી(આખલા), ગાયને ડીસા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.
અમીરગઢ પીઆઇ એમ.આર.બારોટની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ઉપર શુક્રવારની વહેલી સવારે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફથી એક કન્ટેઇનર નં.એચઆર-39-ઇ-2048 આવતા રોકાવવા પ્રયત્ન કરતાં કન્ટેનર ચાલકે પોતાનું ટ્રક પાલનપુર તરફ ભગાડી મુકતાં તેનો પીછો કરતાં કન્ટેઇનર ચાલક આવલ ગામની સીમમાં કન્ટેઇનર મુકી નાસી છૂટ્યો હતો.
જે કન્ટેનરમાં ચેક કરતાં જીવતા નંદી (આખલા), ગાય કુલ 64 તથા મરી ગયેલ નંદી-1 મળી આવ્યું હતું. જેની કિંમત રૂ.96,000 તથા કન્ટેનરની કિંમત રૂ.12,00,000 મળી કુલ રૂ. રૂ.12,96,000 નો મુદામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા નંદી (આખલા), ગાયને ડીસા પાંજરાપોળનાં મોકલી આપી નાસી ગયેલ કન્ટેઇનર ચાલક વિરુધ્ધ અમીર ગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.