તપાસનો વિષય:હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારો હોવા છતાં છેલ્લા 3 વર્ષમાં 222 મિલકતો ટ્રાન્સફર થઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ-2012 માં પોલોગ્રાઉન્ડ અને બગીચા વિસ્તારના કેટલાક સર્વે નંબરને અશાંતધારા હેઠળ આવરી લેવાયા
  • હિન્દુઓનું​​​​​​​ સતત પલાયન થઇ રહ્યું છે અને હવે માંડ 30 ટકા જેટલો હિન્દુ વિસ્તાર બાકી રહ્યો છે

હિંમતનગરના લઘુમતી વિસ્તારને અડીને આવેલ પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં દસ વર્ષથી અશાંતધારો અમલી હોવા છતાં મિલકતોના કબ્જા હકમાં સરળતાથી ફેરફાર થઇ રહ્યો હોવાથી હિન્દુઓનું સતત પલાયન થઇ રહ્યું છે અને હવે માંડ 30 ટકા જેટલો હિન્દુ વિસ્તાર બાકી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તંત્રના પાપે 222 મિલ્કતો ટ્રાન્સફર થઇ ચૂકી છે.

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારને અડીને આવેલ લઘુમતી વિસ્તારનો વ્યાપ વધવાની શરૂઆત 90 ના દાયકામાં થઇ હતી અને આખીને આખી સોસાયટીઓ તથા પ્લોટ ખરીદી લેવાયા હતા. આ પ્રક્રિયા શરૂ થયા બાદ દોઢ દાયકામાં પોલોગ્રાઉન્ડનો અડધો વિસ્તાર ઘટી ગયો હતો અને વર્ષ 2012 માં તત્કાલીન ગૃહમંત્રી પ્રફુલ પટેલના પ્રયાસોથી પોલોગ્રાઉન્ડ અને બગીચા વિસ્તારના કેટલાક સર્વે નંબરને અશાંતધારા હેઠળ આવરી લેવાયા હતા પ્રારંભમાં છીંડા અને કાયદાની મર્યાદાઓનો તોડ શોધી ન શકાતા થોડુ ઘણુ નિયંત્રણ જોવા મળ્યુ હતુ.

પરંતુ વચેટીયા દલાલોએ તેના પણ તોડ શોધી કાઢતા મિલકતોના કબ્જા - હકમાં ઝડપથી ફેરફાર થવા માંડ્યો હતો અને હિન્દુઓના પલાયનમાં ઝડપ આવી હતી. પોલોગ્રાઉન્ડ ના 150 થી વધુ પ્લોટ અને 158 થી વધુ મકાનોના દસ્તાવેજ, કબ્જા હક ફેરફાર, પાવર ઓફ એટર્ની થઇ ગયા હતા ત્યારબાદ વધુ 222 મિલ્કતો છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રાન્સફર થઇ છે.

222 મિલકતો વેચાણ બાદ ટ્રાન્સફર થઇ
પોલોગ્રાઉન્ડમાં અશાંતધારો અમલી થતા કેટલી મિલકતો ટ્રાન્સફર થઇ છે તે બાબતે સિટી સર્વે કચેરીના સુરેશભાઇ પટેલ ને પૂછતા તેમણે જણાવ્યુ કે છેલ્લા 3 વર્ષમાં કલેક્ટરી મંજૂરી બાદ અશાંતધારા વિસ્તારમાં 222 મિલકતો વેચાણ દસ્તાવેજ બાદ ટ્રાન્સફર થઇ ચૂકી છે.

સાક્ષીઓની સહીઓ તપાસનો વિષય
અશાંતધારો અમલી હોવાના કિસ્સામાં મિલકત વેચાણ - તબદીલ સમયે કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે અને અરજી થયા બાદ પાલિકા સિર્ટીસર્વે તથા પોલીસના અભિપ્રાય માંગવામાં આવે છે જેમાં પડોશીને કોઇ વાંધો છે કે નહી મતલબ તેની સંમતીની જરૂરી હોય છે ત્રણેય વિભાગના અભિપ્રાય બાદ કલેક્ટર નિર્ણય કરે છે અત્યાર સુધીમાં થયેલ પ્રક્રિયામાં સાક્ષીઓની સહીઓ પણ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...