અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગ્યું:અંબાજીમાં યોજનાર ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન, મંદિરને જોઈ ભક્તોમાં આનંદની લાગણી

અંબાજી24 દિવસ પહેલા
  • અંબાજી ભાદરવી મેળાનો 3 કરોડનો વીમો લેવાયો
  • ​​​​​​​વીમા​​​​​​​ અંતર્ગત 21 દિવસના જોખમમાં 21 કિ.મી.નો વિસ્તાર આવરી લેવાયો

અરાવલ્લીની ગિરી માળાઓમાં વિરાજમાન માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વવિખ્યાત છે. શક્તિપીઠ અંબાજી ગોલ્ડણ ટેમ્પલ તારીકે પણ ઓળખ ધારણ કરી રહ્યુ છે. અંબાજી માં માતાજીના દર્શન કરવા દર રોજ હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અંબાજીમાં યોજનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો માંના ચરનોમાં શિશ નમાવા આવતા હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વૈયવટી તંત્ર દ્વારા અંબાજીમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે અંબાજી મંદિરને વિશેષ શણગારવામાં આવતું હોય છે.

અંબાજીમાં 5 સેપ્ટેમ્બરથી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેલો યોજનાર છે. જેથી અંબાજી મંદિરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિરમાં રંગ બિરગી રોશનીથી મંદિરનું સજાવટ કરાયું છે. રાત્રીના સમય અંબાજી મંદિરની અલોકીક રોશનીની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશનીથી અંબાજી મંદિરની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશનીથી શરાબોર અંબાજી મંદિરને જોઈ ભક્તો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટોનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગડ દર્શન પથના હાઇવે રોડને મેળા દરમ્યાનનો વહિકલ જોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે આ રોડને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. રાત્રીના દરમ્યાન મંદિર આગળનો રોડ રોશનીથી જગમગાઈ ઉઠ્યો છે. તો અંબાજી આવતા માઇભક્તોને મહામેળાનો અનુભવ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...