અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર:ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓથી ઉભરાયું યાત્રાધામ અંબાજી; વાતાવરણ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું

અંબાજી3 મહિનો પહેલા

આજે ગુરુપૂર્ણિમા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે સવારે માતાજીની મંગલા આરતી વહેલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. અને આ પાવન અવસરે અંબાજી મંદિરમાં માતાજીની વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો.

દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે પહોંચ્યા
જગતજનનીમાં અંબાને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. અને આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. માઇભક્તો દૂર-દૂરથી આજે અંબાજી આવી માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં અંબાજી મંદિર આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં માઇભક્તોના જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ગુરુપુર્ણિમાના દિવસે માતાજીના દર્શનનો મહિમા અનેરો હોય છે
આજે ગુરુપૂર્ણિમા દિવશે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુ ના દર્શન અને આશીર્વાદ મેલવવા પોતાના ગુરુ જોડે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવન ને ઉત્તમ તરીકે સંચાલિત કરવાનું જ્ઞાન ગુરુ જોડે મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખકારી અને ઉદારતાની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...