દાંતા પંથકમાં કમોસમી વરસાદ:યાત્રાધામ અંબાજીમાં ભર ઉનાળે વરસાદી માહોલ બન્યો; વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા

અંબાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતિત થયા છે. ત્યારે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં અંબાજી દાંતામાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાજી દાંતા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. અંબાજી અને આજૂબાજૂના વિસ્તારમાં ભારે હવા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. દિવસ દરમિયાન યાત્રાધામ અંબાજી અને આજૂબાજૂના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે

અન્ય સમાચારો પણ છે...