પાણીની ગંભીર સમસ્યા:દાંતા તાલુકાના 40 ગામોમાં પાણીની વિકટ સમસ્યા,લોકો ટેન્કરના સહારે

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાંતાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ના છોટા પીપોદરા ગામે પ્રજા ને ટેન્કર દ્વારા પીવા ના પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. - Divya Bhaskar
દાંતાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ના છોટા પીપોદરા ગામે પ્રજા ને ટેન્કર દ્વારા પીવા ના પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
  • રોજના 75 જેટલા ટેન્કરો મારફતે લોકો સુધી પાણી પહોંચાડાય છે

દાંતા તાલુકાના 286ગામો પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર કે જ્યા હેન્ડપંપ આધારિત સુવિધા હતી ત્યાં સમસ્યાના પગલે ટેન્કર દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાનુ પાણી પુરવઠાના સૂત્રો એ જણાવ્યું છે. 286પેકી 40 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી હોવાની ફરિયાદો ઉઠી છે.

તાલુકામાં જળ સ્તર ઊંડે જવા સાથે બોર અને હેન્ડ પમ્પો એ પણ પાણી છોડી દેતા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગામોની ફળીઓ કે જે હેન્ડપમ્પ આધારિત છે ત્યાં પાણીની સમસ્યા નોંધ પાત્ર જોવા મળી રહી છે. જેને લઈ આ તમામ ફળીયાઓમાં પ્રતિ દિન 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનુ દાંતા પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવતા હજુ પણ જેમ જેમ માગણી આવે તેમ તેમ ટેન્કરો દ્વારા પાણીનો સપ્લાય કરવાનુ આયોજન કરવામાં આવ્યું હોવાનુ ઉમેર્યું હતું.

ફળીયા વિસ્તારમાં પાણીની સમસ્યા
દાંતા તાલુકા ના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર ના ગામો ના ફળીયા કે જ્યા જૂથ પાણી પુરવઠા યોજનાનુ કે મીની સમ્પ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડી ન શકાય તે વિસ્તાર અને ફળીયા ઓ હેન્ડ પમ્પોના સહારે પીવાનુ પાણી મેળવી શકતા હતા. પરંતુ ઉનાળામાં હેન્ડ પમ્પો પણ ફેઈલ થઈ જવાના કારણે ફળીયા વિસ્તારોમાં સમસ્યા ઉદભવી હોવાનુ સૂત્રો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...