મકાનની દીવાલ ધરાશાયી:દાંતાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક ઘરની દીવાલ ધરાશાયી; સદનસીબે કોઈ જાનહાની નહીં

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરસાદના કારણે અનેક સ્થળો પર ઘર પડવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠાના દાંતા વિસ્તારથી સામે આવી છે. ઘરની દિવાલ ધરાસાયી થતાં ઘરની ઉપર રહેલ પતરા પણ નીચે પડ્તા દોડ ભાગ મચી હતી. વરસાદના કારણે લક્ષ્મીપુરા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રાહતની વાત એ છે કે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

દાંતા વિસ્તારમાં રહેતા હરિભાઈ ગણેશભાઈ સોલંકીના ઘરની દિવાલ ધરાશાયી થઈ છે. ઘરમાં રહેલ સામાનને ભારે નુકસાન થયું છે. વરસાદના પગલે લક્ષ્મીપુરા વિસ્તારમાં ઘરની દિવાલ ધરાસાઈ થતાં વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...