અંબાજી ગ્રામ પંચાયતમાં આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં અંબાજી ગ્રામ પંચાયતના અધિકારીઓ સહિત પાણી પુરવઠાના અધિકારી હાજર રહ્યા હતા. અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચી પોતાના પ્રશ્નોને લઈ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
આજે અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તો અંબાજી ગામની પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તાઓ, ગટર, ગંદકી સહિત પાણીના પ્રશ્નોને લઇ અંબાજી ગ્રામ પંચાયતના અધિકારીઓ અને પાણી પુરવઠાના અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા ગ્રામસભામાં ગ્રામજનોમાં મહિલાઓ પણ પોતાના પ્રશ્નોને લઈ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. ઘણા સમયથી અંબાજી ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા મહિલાઓ સહિત ગ્રામજનો હોબાળો મચાવ્યો હતો. તો સાથે સાથે ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ અંબાજી ગામના પ્રશ્નો જલ્દી તકે નિકાલ લાવે તેવી માગ પણ કરી હતી.
અંબાજીના રહીશોએ જણાવ્યું હતું કે, અંબાજીમાં ઘણા સમયથી રોડ રસ્તાઓ, ગટર અને પાણીની સુવિધાઓનો અભાવ છે અને અંબાજી ગ્રામ પંચાયત અનદેખી કરી રહી છે. તો સાથે સાથે અંબાજીમાં આવેલા આદ્યશક્તિ હોસ્પિટલમાં પાણી અને કુંભારિયામાં પણ પાણીના ધરોઈથી જાય છે અને તેના રૂપિયા અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે.
પાણી પુરવઠાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે અંબાજી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા જે યોજાય છે. તેમાં અંબાજી ગામના પ્રશ્નોને લઇ ગ્રામજનોએ રજૂઆત કરી છે. તો વહેલી તકે તેમના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે અને પાણી પુરવઠામાં આવતા કામ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે અને અંબાજી ગામમાં બીજા જે પણ પ્રશ્નો છે તેનું નિકાલ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.