માઁના ધામે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી:વસુંધરા રાજ આજે માઁ અંબાના ચરણે; માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ દેશ દુનિયા માં વિખ્યાત છે. ત્યારે માઁ અંબાના દર્શન કરવા હજારો કિલોમીટરથી માઇ ભક્તો માઁ અંબાના ગામે આવી પહોંચતા હોય છે. હાલમાં નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યાં છે. ત્યારે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઁ અંબાના ધામે આવી માઁના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. તો આજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માઁ અંબાના ધામે આવી પહોંચ્યા હતા.

માઁ અંબાના નિજ મંદિર પહોંચી વસુંધરા રાજે વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચતા મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી વસુંધરા રાજે માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. માઁ અંબાના દર્શન કર્યા બાદ મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવની પણ પૂજા અર્ચના કરી શિવલીંગ પર જળઅભિષેક કર્યો હતો. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માતાજીનો આશીર્વાદ મેળવ્યા બાદ દેશના તમામ લોકોની સુખાકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...