વિધાનસભા ચૂંટણી 2022:વડગામ વિભાનસભાના ઉમેદવાર મણી વાઘેલાએ માઁ અંબાના દર્શન કર્યા; વિજયને લઈ આશીર્વાદ માગ્યા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપમાં વડગામ વિધાનસભા તરીકે મણી વાઘેલાનું નામ જાહેર થયા બાદ આજે મણિ વાઘેલા અંબાજી પહોંચ્યા હતા. તો મણી વાઘેલા પોતાની ઉમેદવારી લિસ્ટમાં નામ જાહેર થયા બાદ માઁ અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા અંબાજી પહોંચ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાને લઈ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડગામ વિધાનસભાના ઉમેદવાર મણી વાઘેલાનું નામ ઉમેદવારી તરીકે જાહેર થતાં મણી વાઘેલા અંબાજી પહોંચી માઁ જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. તો સાથે સાથે તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો માઁ જગત જનની અંબાથી વિધાનસભા ચૂંટણીમાં વિજયને લઈ આશીર્વાદ માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...