કામગીરી ન થતાં ગ્રામજનો આકરા પાણીએ:અંબાજી પંચાયતની ગ્રામસભામાં હોબાળો, નલ સે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ ન થતાં લોકોએ વિરોધ કર્યો

અંબાજી11 દિવસ પહેલા
  • ગ્રામ સભામાં બે એજન્ડા મુકાયા, એક ઘર ઘર તિરંગા યાત્રા અને બીજો નલ સે જલ યોજનાનો મુદ્દો રખાયો

આજે ગુરૂવારે અંબાજી ગ્રામ પંચાયત મીટીંગ હોલમાં ગ્રામસભા યોજાઇ હતી. આ ગ્રામ સભામાં બે એજન્ડા મુકાયા હતા, જેમાં એક ઘર ઘર તિરંગા યાત્રા અને બીજો નલ સે જલ યોજનાનો મુદ્દો રખાયો હતો. આ ગ્રામ સભાનો ગ્રામજનોએ સામૂહિક સભાનો બહિષ્કાર કર્યો હતો. અંબાજી ગામ વિસ્તારમાં નલ સે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ ન થતાં ગામ લોકોએ વિરોધ કર્યો હતો. અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલ ગ્રામસભામાં અંબાજી ગામના આગેવાનો આક્રોશના મૂડમાં જોવા મળ્યા હતા.

નલ સે જલ યોજનાનો મુદ્દો આવતા ગ્રામસભાનો બહિષ્કાર
અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર કમલેશ ડાભીએ જણાવ્યું હતું કે આજે ગ્રામસભા યોજાઇ હતી, જેમાં નલ સે જલ યોજનાનો મુદ્દો આવતા ગ્રામજનોએ સામૂહિક ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. અંબાજી ગ્રામસભામાં અંબાજી ગામના અગ્રણી શૈલેષભાઈ પટેલ, વિનોદભાઈ પંચાલ ,લલિત લુહાર, જશપાલભાઈ પુરોહિત, પૂનમસિંહ રાજપુત સહિત અનેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...