દુર્ઘટના:દાંતાના કુંવારસી-બોરડીયાળા માર્ગ નજીક બે બાઈક ટકરાતાં બેનાં મોત

અંબાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાંજના સુમારે બે બાઈક સામસામે ટકરાતા બે યુવકોના મોત જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. - Divya Bhaskar
સોમવારે સાંજના સુમારે બે બાઈક સામસામે ટકરાતા બે યુવકોના મોત જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
  • બે યુવકોને ગંભીર ઇજા થતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા

દાંતાથી હડાદ માર્ગ પર સોમવારે સાંજના સુમારે બે બાઈક સામસામે ટકરાતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં બે યુવકોના મોત જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને દાંતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દાંતા-હડાદ રસ્તા પરના કુંવારસી-બોરડીયાળા માર્ગ નજીક સોમવારની સાંજે બે બાઈક સવારો ધડાકાભેર સામસામે ટકરાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અજીતભાઇ દલાભાઇ ગરમાર (રહે.અજાવાસ,તા.પોશીના,જી.સાબરકાંઠા) અને અશોકભાઇ કેશાભાઇ ગમાર (રહે.ભદ્રમાળ,તા.દાંતા) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘવાઈ હતી.

ઘટનાની જાણ દાંતા 108 ને થતા તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડ્યા હતા. ઘટનાને પગલે લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. બેના મોતને લઈ પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...