મંજૂરી:દાંતા ગામથી અઢી કિમી દૂર રૂ. 2.40 લાખના ખર્ચે તાલુકા પંચાયતનું ભવન નિર્માણ પામશે

અંબાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • भाનિર્માણ |એક ટેકરી અને વૃક્ષોનો સોથ વાળી ભવનની વહીવટી મંજૂરી મળી

તાલુકા મથક દાંતા ખાતે 2, 39, 87, 600/-લાખ ના ખર્ચે નવીન તાલુકા પંચાયત ભવન આકાર પામશે. જોકે ગામથી દોઢ કિમી દૂરના અંતરે એક ટેકરી અને વૃક્ષોનો સોથ વાળી આકાર પામનાર તાલુકા પંચાયત ભવનની વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. જેને લઈ પ્રજામાં સ્થાનિક નેતાગીરી અને સરકારી બાબુઓની નબળી નીતિ રીતિ સામે અનેક તર્ક વિતર્કો અને આક્ષેપો ઉભા થવા પામ્યા છે.

286 ગામોનું મુખ્ય તાલુકા મથક ગણાતા દાંતા તાલુકા મથકે સરકારી જમીનો પરના દબાણદારોને તંત્ર અને સ્થાનિક કહેવાતા સેવકરામોનુ જાણે પરોક્ષ રીતે પીઠ બળ મળતું હોવાના આક્ષેપો તાલુકાની પ્રજામાં ઉઠવા પામ્યા છે. જ્યા છતી મોકાની સરકારી જમીનોએ વિવિધ કચેરીઓ ગામથી દૂરના અંતરે ઉભી કરવામાં આવી રહી છે.

પ્રજાની કમનસીબી, નિર્માલ્ય નેતાગીરી કે પછી સરકારી બાબુઓની શંકાસ્પદ કામગીરીને લઈ તાલુકાની ગરીબ, અસક્ત , અને વિકલાંગ લોકોને સરકારી કામ અર્થે પગ પીંજામણી કરવાની નોબત ઉભી થઇ છે. ત્યારે હવે તાલુકા પંચાયત ભવન પણ નગરથી દોઢેક કિમી દૂરના અંતરે સરભવાની સિંહ વિદ્યાલય પાછળના ગ્રાઉન્ડની પાસે આકાર પામશે.

જેમાં એક ટેકરી અનેક વૃક્ષઓનો પણ ભોગ લેવાઈ જશે. દાંતા તાલુકા પંચાયત સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા પંચાયતનુ હાલનું જર્જરિત હોવાને લઈ નવીન ભવન ઉભું કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં C D P 3, યોજના હેઠળ રૂ. 2,39,87, 600 લાખના ખર્ચે નવીન મકાન આકાર પામશે જેની વહીવટી મંજૂરી પણ મળી જવા પામી છે. જેમાં ગ્રાઉન્ડ લેવલીંગ અને ગાર્ડનિંગ કરવાના આ બે કૉમ્પોટન્ટ માટે રૂ.15 લાખ સુધી મનરેગા યોજના હેઠળ કરવામાં આવશે.

ગામના ધંધા રોજગાર પર માઠી અસર પહોંચશે
ગામના નાના વેપારી વર્ગના જણાવ્યા મુજબ ગામના હાર્દસમા વિસ્તારમાંથી મામલતદાર કચેરી ગામથી દૂર ના અંતરે ઉભી કરવામાં આવી છે. જેને લઈ ગામનુ મુખ્ય બજાર તૂટી જવા પામ્યું છે. તો હવે તાલુકા પંચાયત કચેરી પણ ગામથી દૂર જતા બાકી વધેલા વેપાર ધંધા પર પણ માઠી અસર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...