મહિલાનું પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ:અંબાજીમાં બસ સ્ટેન્ડ પાછળના કોમ્પલેક્ષ પર ચડી કુદવાનો પ્રયાસ કર્યો; એક વેપારીએ સમજાવી નીચે ઉતારી

અંબાજી25 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં આજે બપોર પછી એક મહિલા આપઘાત કરતી હોવાનું સામે આવ્યું છે. અંબાજીમાં આવેલા બસ સ્ટેન્ડની પાછળ આવેલા પંચાયત શોપિંગ સેન્ટરના કોમ્પલેક્ષ પર એક મહિલા પુત્ર સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અંબાજીના પંચાલ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર ચડી નાના બાળક સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પંચાયત શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા તેને નીચે પડતા બચાવી લેવામાં આવી હતી.

આજે યાત્રાધામ અંબાજીમાં આવેલા બસ સ્ટેન્ડની પાછળ પંચાયત શોપિંગ સેન્ટરના ધાબા પર ચડી એક મહિલા દ્વારા પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. દિવસ પછીની બનેલી આ ઘટનાને લઇ પંચાયત શોપિંગ સેન્ટરના આજુબાજુ લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. મહિલા દ્વારા પોતાના પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા પંચાયત શોપિંગ સેન્ટરના વેપારી દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તો મહિલા પોતાના પુત્ર સાથે કયા કારણો સર આત્મહત્યા કરવાની હતી એ મામલો હજી અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...