સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત:દાંતાના હડાદ નજીક વીરપુર ઘાટીમાં ટ્રેલર ચાલકનો અકસ્માત; સદનબીએ મોટી જાનહાનિ ટળી

અંબાજી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે દાંતા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર અને ઢળાંગ વાળો માર્ગ હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હડાદ નજીક ટ્રેલરને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.

દાંતા તાલુકાના હડાદ નજીક ટ્રેલરનો અકસ્માત સર્જાયો છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. ટ્રેલર રસ્તાની નીચે ખાઈમાં ઉતરતા અકસ્માત સર્જાયો હતો. હડાદ નજીક વીરપુર ઘાટીમાં આ અકસ્માતની ઘટના બની હતી. માટીથી ભરેલા ટ્રેલર જતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી હિંમતનગર તરફ જતા ટ્રેલરનું અકસ્માત સર્જાયું હતું. જ્યાં ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...