અંબાજીમાં ચોર ટોળકી ઝડપાઇ:માતાજીની શોભાયાત્રામાંથી ચોરોને મોબાઈલ ચોરી કરતા પોલીસે પકડી પાડ્યા; કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

અંબાજી25 દિવસ પહેલા

ગઈકાલે યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો અને અંબાજી ગ્રામવાસીઓ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. અંબાજી મંદિરના શક્તિ દ્વારથી શરૂ થયેલી આ ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં ભ્રમણ કરી હતી. ભવ્ય શોભાયાત્રામાં જોડાયેલા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાના લીધે તેમાં અસામાજિક તત્વો આ ભીડનો ફાયદો અને પોતાનો મનસુબો પૂરો કરવા માટે આવતા હોય છે.

બંદોબસ્તની કામગીરી દરમિયાન ચોર ટોળકીને ઝડપી પાડી
ગઈકાલે તારીખ 6 જાન્યુઆરી, 2023ના રોજ માતાજીની ભવ્ય શોભાયાત્રામાં ઘણા લોકોના મોબાઈલ ચોરી થયા હતા. આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપવા માટે ચોર ટોળકી યાત્રામાં ઘુસી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે અંબાજી પોલીસ દ્વારા શોભાયાત્રાના બંદોબસ્તની કામગીરી દરમિયાન ચોર ટોળકીને ઝડપી પાડી હતી. ત્યારે ચોર ટોળકીને અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. ચોર ટોળકીની તપાસ કરવામાં આવી, ત્યારે આરોપીઓ જોડેથી મોબાઇલો મળી આવ્યા હતા.

આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
અંબાજી પોલીસ સ્ટેશનના ડી.બી. પટેલ સહિતનાઓ પોષી પૂનમ મેળા દરમિયાન ચોરાયેલા મોબાઇલની તપાસમાં હતા. દરમિયાન અંબાજી બસ સ્ટેન્ડ પાસે આવતાં ત્રણ ઇસમો શકમંદ જણાતા તેઓને પકડી અંગઝડતી કરતાં કલ્પેશ ચેના દંતાણી રહે. પાલનપુર પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ. રૂ.1000, બીજો રવી સુરતા કોળી (બાવરી) રહે. પાલનપુર પાસેથી વીવો કંપનીનો મોબાઇલ કિ. રૂ.5000, ત્રીજો ધરમ વિનોદ બાવરી ચોકીદાર રહેવાસી રાજસ્થાન પાસેથી વીવો કંપનીનો કિ.રૂ. 12,000 એમ ત્રણેય અલગ અલગ ઇસમો પાસેથી ત્રણ અલગ અલગ મોબાઇલો મળી આવતાં કુલ કિ. રૂ.18,000ના મુદ્દામાલ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાના કામે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...