સતાનો સગ્રામ:દાંતા બેઠક પર પારગી-ખરાડી-બુમ્બડિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે, ચૂંટણીને લઇ તૈયારીઓ પુરજોશમાં

અંબાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે તો, દરેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી દિધા છે. વિવિધ પાર્ટીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીઓને લઈ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. દાંતા 10 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો જાહેર કરાયા છે ત્યારે ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ત્રણેય પાર્ટીઓના ઉમેદવારો તૈયાર
દાંતા 10 વિધાનસભા બેઠક પર ભાજપના લાધુ પારગીને જાહેર કર્યા છે. દાંતા 10 વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં કાંતિ ખરાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થતાં દાંતા 10 વિધાનસભા બેઠક પર મહેન્દ્ર બુમ્બડિયાનું નામ જાહેર કર્યું છે. તમામ ત્રણે પાર્ટીઓના ઉમેદવારોએ ચૂંટણીને લઈ પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...