અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર:ચૈત્રી સુદ એકમથી મંદિરના સમયમાં થશે ફેરફાર, યાત્રાળુઓની સગવડતાને જોઈ નિર્ણય લેવાયો

અંબાજી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે દરરોજ મા ના ચરણે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી શીશ નમાવે છે. અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને જોઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ત્યારે ચૈત્રી સુદ એકમથી અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને જોઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

માતાજીના દર્શન અને આરતીનો સમય
22-3-2023 ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના

એકમથી આરતી સવારે 7:00 થી 7:30 નો રહેશે

ત્યારે દર્શન સવારે 8:00 કલાક થી શરુ થશે જે બપોરે 11'30 સુધી થઇ શકશે.

બપોરે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7:30 સુધી બંદ રહેશે

ત્યારે સાંજે 7:30 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે

અન્ય સમાચારો પણ છે...