તસ્કરી:અંબાજીમાં શાળાના આચાર્યના બંધ મકાનમાંથી1.90 લાખની મત્તાની ચોરી

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, સોના- ચાંદીના દાગીના સહિત તસ્કરો ચોરી ગયા

યાત્રાધામ અંબાજીમાં હાઇસ્કુલના પ્રિન્સિપાલના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમ, સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.90 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.અંબાજી ગ્રામપંચાયત ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં શૈલેન્દ્રસિંહ ખુશાલસિંહ રાજપૂત તિરૂપતિ સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહે છે. જેઓ શનિવારે પરિવાર સાથે તેમના પિતાને ઘરે કાંસા ગામે ગયા હતા.

દરમિયાન કોઇ શખ્સોએ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ઉપરના રૂમનો દરવાજો ખોલી અંદર પડેલી તીજોરીઓમાંથી રૂપિયા 11,000 રોકડા તેમજ સોનાની રૂદ્રાક્ષની માળા,સોનાની કડલી,બુટી,ચાંદીના સડા, ચાંદીનું કડું, ચાંદીની માછલી,સોનાની ચિણિયો,મળી કુલ રૂપિયા 1,90,000નો મુદ્દામાલ ચોરી કરી હતી. તેમજ હાઇસ્કુલ પાસે રહેતા જગદીશચંદ્ર નવલરામના મકાનનું તાળુ પણ તોડ્યું હતુ. આ અંગે શૈલેન્દ્રસિંહે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...