ચોરીનો ભેદ ઉકેલાયો:અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માસ અગાઉ થઈ હતી ચોરી, LCBએ બે ઈસમોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો

અંબાજી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઆરપીસી કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માસ અગાઉ શ્રી શક્તિ આશ્રમ યોગશ્રમ માંથી થયેલી ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યો છે. જેમાં ફુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમોની અટકાયત કરી સીઆરપીસી કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે એક મહિના પહેલા શ્રી શક્તિ આશ્રમ યોગશ્રમ માંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં એલસીબી પોલીસ સ્ટાફ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ એક મહિના અગાઉ શ્રી શક્તિ આશ્રમ યોગશ્રમ ખાતે થયેલ ચોરીના વાસણો એક રિક્ષામાં ચોરીનો માલ લઈ અંબાજીથી દાંતા તરફ વેચવા જવાના છે. જે હકીકત આધારે અંબાજી કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી દાતા રોડ ખાતે વોચ રાખી બાતમી વાળી ચોરીનો માલ ભરી આવતા રીક્ષા એલસીબી પોલીસે રોકી તપાસ કરતા રીક્ષામાં અલગ અલગ વાસણો ભરેલા હતા. જે બાબતે યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા રીક્ષા સાથે મળી આવેલ બંને ઈસમો અગાઉ શ્રી શક્તિ યોગશ્રમ પ્રજાપતિ ભવન સામેથી રાત્રિના સમય ચોરી કરેલાની કબુલાત કરી હતી. જે 1લાખ 7 હાજરનો કુલ મુદ્દામાલ સાથે પોલીસે ઈસમોને ઝડપી પાડી સીઆરપીસીની કલમ મુજબ અશોકભાઈ બાબુભાઈ બજાણીયા તેમજ પ્રકાશ કાનાભાઈ ડુંગાસીયા વાળાને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...