અંબાજી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું:માતાજીના પાટોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલો સાથે શણગારાયું; માતાજીને અલગ અલગ 101 કિલોની કેકનો પ્રસાદ ધરાયો

અંબાજી25 દિવસ પહેલા

અંબાજી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવો માહોલ પોષી પૂનમના દિવસે જોવા મળ્યો હતો. માતાજીના પાટોત્સવ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલો સાથે શણગારવામાં આવ્યું હતુ. સાથે માતાજીને અલગ અલગ 101 કિલો ની કેકનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.

પોષી પૂનમે માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી ધામમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. હાથીની સવારી સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તોએ ભાગ લીધો હતો. આજે માના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તો આદિવાસી આશ્રમ શાળાના બાલિકાઓએ મહાઆરતીની પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો. બે દિવસથી યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંબાજીની શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. તો બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે પોતાની કલાકૃતિઓ પેશ કરી હતી.

મા અંબાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે આજે માતાજીને અલગ અલગ 101 કિલોની કેક ધરાવવામાં આવી હતી. માતાજી ને કેક ધરાવ્યા બાદ ચાચર ચોકમાં કેકને માઇભક્તો વચ્ચે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી હતી. માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરને શણગારવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના શક્તિ દ્વારથી લઈને અંબાજી મંદિરના ચાચર ચોક અને અંબાજી મંદિરના શિખરને પણ રંગારંગ રોશની સાથે શણગારવામાં આવ્યું હતુ. અદ્ભુત રોશની અને અલૌકિક નજારાથી અંબાજી મંદિરનું સૌંદર્ય સોળે કલાઓ ખીલી ઉઠ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...