ગુજરાતમાં તાજેતરમાં પોલીસ ભરતીમાં નકલી પોલીસ ભરતીનો પર્દાફાશ થતા પોલીસ તંત્ર બેકફૂટ પર આવી ગયુ હતું. જેની શાહી હજુ સુધી સુકાઈ નથી. ત્યાં ગુજરાતની પ્રતિષ્ટિત સંસ્થા જીઆઇએસએફએસમાં 1000 જેટલા ગાર્ડની ખોટી ભરતી થઇ હોવાના અહેવાલો માવજીભાઈ સરવૈયા દ્વારા મીડિયા સમક્ષ આધાર પુરાવા સાથે રજુ કરતા જીઆઇએસએફએસ સંસ્થામાં સોંપો પડી ગયો છે.
સૌથી નવાઈની વાત એ છે કે, આ માવજીભાઈ પોતે જીઆઇએસએફએસ સંસ્થામાં ગાર્ડ તરીકે હાલમાં અંબાજી ખાતે ફરજ બજાવે છે. માવજીભાઈ ગુજરાતમાં અલગ અલગ પોતાની સંસ્થામાં થયેલા કૌભાંડોની યાદી એકઠી કરી લડત લડી રહ્યા છે. માવજીભાઈ સરવૈયા મૂળ ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના વતની છે અને તેઓ 1997થી આ જીઆઇએસએફએસ સંસ્થામાં નોકરી કરી રહ્યાં છે. વડગામ ખાતે 40 જેટલા ગાર્ડની ભરતી ખોટા પ્રમાણપત્રથી થઇ હોવાના પુરાવા આપતા જીઆઇએસએફએસ સંસ્થા બેકફૂટ પર આવી ગઈ છે.
માવજીભાઈ સરવૈયા ગુજરાત ઔધોગીક સુરક્ષા દળ એશોસીએશન પ્રવક્તા છે. સાથે સાથે પોતાની જ સંસ્થા જીઆઇએસએફએસમાં ચાલતા કૌભાંડો વિષે કાગળોની ફાઈલો બનાવી લડત લડી રહ્યાં છે. તેમની સંસ્થામાં ઓફિસથી લઈને નીચે સુધી કેવા કેવા કૌભાંડો ચાલી રહ્યાં છે. તેમના સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલતા કૌભાંડો સામે કાયદાકીય લડત લડી રહ્યા છે. તેમની સંસ્થામા 1 મહિનાના 11 હજાર પગાર સામે પણ વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે. માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, હાલમાં ઘણા ગાર્ડ બોગસ એન્ટ્રીથી બારોબાર રૂપિયા આપી જીઆઇએસએફએસ સંસ્થામાં નોકરી કરી રહ્યા છે.
આ કૌભાંડના પુરાવા હોવા છતાં કોઈ જ પગલાં ન લેવાયા...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.