"અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ":મંત્રી જીતુ વાઘાણીએ માઁના ચરણે શીશ ઝૂકાવ્યું: રાજકોટનો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ 12 દિવસનો પ્રવાસ કરી અંબાજી પહોંચ્યો

અંબાજી24 દિવસ પહેલા

ભાદરવી પૂનમના મહા મેળાના પાંચ દિવસમાં 18 લાખ લોકો મા અંબાના ચરણોમાં આવ્યા છે. ગુજરાતભરમાંથી આવતા પદયાત્રીકો અને શ્રદ્ધાળુઓએ આવી માં અંબાના દર્શન કર્યા છે. ત્યારે લાખો લોકો પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યા છે. જેમાં રાજકોટનોનો ટ્રેડિશનલ ડ્રેસ વાળો સંઘ પણ 12 દિવસનો પગપાળા પ્રવાસ કરી માં અંબાના ચરણે પહોચ્યો છે. તો બીજી બીજુ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.

ટ્રેડિશનલ ડ્રેસ વાળો સંઘ 12 દિવસનો પ્રવાસ કરી અંબાજી પહોચ્યો
​​​​​​​રાજકોટથી નીકળી બાર દિવસની પદયાત્રા કરી આ સંઘ અંબાજી પહોંચ્યો છે. મહત્વની બાબત એ છે કે દરરોજ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ સંઘ પદયાત્રા કરે છે અને બાર દિવસ બાદ અંબાજી આવી પહોંચે છે. જો કે અંબાજી આવી અને ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમી શક્તિની આરાધના કરે છે અને ત્યારબાદ માઁ અંબાને ધજા અર્પણ કરે છે.

ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા
​​​​​​​શક્તિના અલગ અલગ રૂપ હોય છે અને અલગ રૂપમાં માતાજી પણ નવા વસ્ત્રોમાં જોવા મળતા હોય છે જેને લઈને 12 દિવસ સુધી આ સંઘના લોકો અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે અને માતાજીની આરાધના કરે છે. રાજકોટના સંઘના લોકો આવી માતાજીની ભક્તિભાવપૂર્વક સેવા-પૂજા કરે છે અને તેમને નવરાત્રીમાં પોતાના ત્યાં ગરબા રમવા આવવાનું આમંત્રણ પણ આપે છે. ત્યારે હજુ પણ બે દિવસમાં લાખો પદયાત્રિકો-શ્રદ્ધાળુઓ માઁ અંબાના ચરણોમાં આવશે. ભાદરવી પૂનમનો મહામેળો એ અંતિમ ચરણમાં છે અને આવતીકાલે ભાદરવી પૂનમ છે ત્યારે હજુ પણ લાખો શ્રદ્ધાળુ આવી માતાના ચરણે શીશ ઝૂકાવશે.

જીતુભાઇ વાઘાણીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા
આ પ્રસંગે મીડિયા સાથેની મુલાકાતમાં મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, માં અંબાના બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રદ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્વ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. મંત્રીએ દાંતા-અંબાજી રોડ પર આવેલ સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લઇ સેવા વિષયક માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...