વાતાવરણમાં ભળ્યો ભક્તિનો રંગ:સૌથી જૂનો 188 વર્ષથી પગપાળા આવતો લાલ ડંડાવાળો સઁઘ માઁ અંબાના ધામે પહોંચ્યો; જય અંબેના જયઘોષથી નીજ મંદિર ગુંજી ઉઠ્યું

અંબાજીએક મહિનો પહેલા

શક્તિ, ભક્તિ અને આસ્થાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો માહોલ જામ્યો છે. તો આજે મેળાનો ત્રીજો દિવસ છે. જ્યાં માં અંબાના ધામે દરેક સંઘો મનોકામના પૂર્ણ કરવા આવી રહ્યા છે. તો આજે સૌથી જૂનો લાલ ડંડાવાળો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો હતો. જે અમદાવાદથી દર વર્ષે ભાદરવી પૂનમે માંના દર્શનાર્થે અંબાજી પગપાળા આવતો હોય છે.

188 વર્ષ જૂનો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો
આજે માં જગતજનનીના ધામમાં 188 વર્ષ જૂનો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો હતો. સતત 188 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ ડંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ માં જગત જનનીના નિજ મંદિરે પહોંચ્યો હતો. અંબાજી મંદિર પહોંચી વિધિવતરૂપે લાલ ડંડા વાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચઢાવી હતી. માં અંબાના પ્રતી અપાર શ્રદ્ધા ભાવથી અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. તો માં અંબાના જય ઘોષથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

પ્લેગ ફાટી નીકળતાં માં અંબાની બાધા માગવામાં આવી હતી
લાલ ડંડાવાળો સંઘ અમદાવાદથી 188 વર્ષથી આવે છે. આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાતો હોય છે. ત્યારે દેશમાં પલેગ નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે માં અંબાને બાધા માંગવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતાં તેમણે બાધા પુરી કરવા પગપાળા અંબાજી આવી માતાજીનો આશિષ મેળવ્યો હતો. ત્યારથી સતત દર વર્ષે લાલ ડંડાવાળો સંઘ અંબાજી આવે છે.

અન્ય સમાચારો પણ છે...