લોકોને યોગ્ય વળતર ચૂકવવા માગ:દાંતાના આદિવાસી જનજાતિના લોકોએ તારંગા અંબાજી આબુરોડ રેલવે પ્રોજેક્ટનો વિરોધ કર્યો

અંબાજી2 મહિનો પહેલા

અંબાજીમાં ઘણા વર્ષોથી ચાલતી રેલવેની માગને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારતા રેલ્વે લાઈનને મંજૂરી મળી હતી. તો નવરાત્રિ દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તારંગા આબુરોડ અંબાજી રેલવે પ્રોજેક્ટને લઈ દાંત અંબાજી વિસ્તારના 15 કિલોમીટર વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે અંબાજી વિસ્તારના આજુબાજુ 15 kmના અંતરાલમાં આવેલા આદિવાસી સમાજના લોકો એક જૂટ થઈ દાંતા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારંગા રેલવે પ્રોજેકટમાં અંબાજી નજીકના 15 કિલોમીટરના વિસ્તારમાં વર્ષોથી વસેલા આદિવાસી લોકોની જમીન અને મકાનો તારંગા રેલવે લાઇન આવવાના કારણે સરકાર હસ્તક જઈ રહી છે. જેના કારણે આદિવાસી લોકોનું જીવન નર્ક જેવું બને તેવી સ્થતિ સર્જાયે તેમ છે. જેને લઈને આજે અંબાજી આજુ બાજુના ગ્રામ પંચાયતમાં આવતા આદિવાસી લોકોએ સરકાર સામે સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

આદિવાસી આગેવાન કાંતિભાઈ બુમ્બડિયા જણાવ્યું હતું કે, તારંગા અંબાજી આબુરોડ રેલવે પ્રોજેક્ટ જે સરકારે મંજુર કરી છે. જેમાં આદિવાસી ગરીબ લોકોની જમીન જઈ રહી છે, તો સરકાર કોઈ પણ વિચાર કર્યા વગર ગરીબ આદિવાસી લોકોને જમીન, ખેતર વિહોણા કરવા માંગે છે. તો અમે સરકારથી આદિવાસી લોકોની જમીનનું સારું વરતર ચૂકવે જેથી ગરીબ આદિવાસી પોતાનું ગુજારણ કરી શકે. સરકાર અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન માટે લોકોને જે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું છે તે વળતર અયાના ગરીબ આદિવાસીને ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે.

પૂર્વ સરપંચ પુનાભાઈ દુગાઈસાએ જણાવ્યું હતું કે, તારંગા હિલ રેલવેલાઈન આવવાના કારણે અંબાજી આજુબાજુના આદિવાસીઓની જમીન જઈ રહી છે તે નહીં જવી જોઈએ. આદિવાસી લોકો પોતાની જમીન પર ખેતી કરી ગુજારણ ચલાવે છે તો જમીન ગયા પછી આદિવાસી લોકોનું જીવન મુશ્કિલીમાં મુકાઈ જશે. જેથી સરકાર આ લોકોને યોગ્ય વળતર અથવા તો બદલામાં જમીન આપે તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...