ખરાબ રોડથી પ્રજા ત્રસ્ત:રોડ રસ્તાઓની હાલત અતિ બિસ્માર; અંબાજીના રબારીવાસમાં ખરાબ રોડના કારણે પાણીનું ટેન્કર ફસાયું

અંબાજી16 દિવસ પહેલા

સ્વચ્છ સુંદરની છવિ ધરાવતું માઁ જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. લાખો શ્રદ્ધાળુઓ માઁ અંબાના ધામે આવી પવિત્ર યાત્રાધામ અંબાજી માતાજીની આરાધના કરતા હોય છે .પણ યાત્રાધામ અંબાજીમાં રહેતા રહીશોને પાયાની સુવિધાઓને લઈને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અંબાજીના રહેણાંક વિસ્તારોમાં અનેક રોડ રસ્તાઓ ટુટેલા અને ગટરોની સમસ્યાઓથી સ્થાનિકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યાં અંબાજીના રબારીવાસમાં રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે અંબાજીના રબારીવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ પગલાં લેવા કે તેમની રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓને દુરૂસ્ત કરવા માટે તૈયાર નથી.

ત્યારે આજે અંબાજીના રબારીવાસમાં એક મોટી દુર્ઘટના થતી ટળી હતી. જ્યાં અંબાજીના રબારીવાસમાં પાણીનું ટેન્કર આવતા પાણીનું ટેન્કર રોડ વચ્ચે ખાડામાં ધસાઈ જતા ટેન્કર અને ટેન્કર ચાલકનો જીવ જોખમી બની ગયો હતો. રબારીવાસમાં તૂટેલા રોડ રસ્તાઓની હાલતને જોઈ યાત્રાધામ અંબાજીની સ્વચ્છ સુંદર છવિને કલંકિત કરતું હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતાં. તેના સામે તંત્ર કોઈપણ કામગીરી ના કરી આંખ બંધ કરી બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...