ડસ્ટર કાર બળીને ખાખ:અંબાજી દર્શન કરવા આવેલા યાત્રાળુઓની કારમાં આગ લાગી, સદનસીબે કાર સવાર યાત્રાળુઓના જીવ બચ્યા

અંબાજી3 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કરવા કલોલથી અંબાજી આવેલા યાત્રાળુઓની કારમાં એકાએક આગ લાગતા કાર બળીને ખાખ થઈ હતી. કારમાં સવાર યાત્રાળુઓ સુરક્ષિત બહાર નીકળ્યા હતા. કારમાંથી બાહર નીકળતા યાત્રાળુઓએ પોતાનો જીવ બચતા માતાજીનો આભાર માન્યો હતો.

કારમાં આગ લાગતા લોકોએ ફાયર બિગેડનો સંપર્ક કર્યો
યાત્રાધામ અંબાજીમાં આજે બપોર પછી કલોલથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રાળુઓની ડસ્ટર કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. માતાજીના દર્શન કરી પરત ફરતા યાત્રાળુઓની કારમાં કલચની ખરાબી લગતા સાઈડમાં ઉભી રાખતા કારમાંથી ધુઓ અને ગંધ આવતા કારમાં સવાર યાત્રાળુઓને કારમાંથી બાહર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણતરીના સેકન્ડમાં કારમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં આગ લાગતા લોકોએ ફાયર બિગેડનો સંપર્ક કરતા ફાયર બિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાર સુધી ડસ્ટર કાર બળીને ખાખ થઈ હતી. કારમાં સવાર યાત્રાળુઓનો જીવ બચતા યાત્રાળુઓ માતાજી આભાર વ્યક્ત કર્યો હતો. કારમાં આગ લાગતાં ધટના સ્થળે લોકોનાં ટોળેટોળાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...