ધાર્મિક:અમદાવાદના પ્રાચીન પદયાત્રી સંઘે 188 વર્ષ પૂર્ણ કર્યા

અંબાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દ્ર રમણ સંઘ : લાલડંડાનું દાંતામાં આગમન

અમદાવાદના શેઠ હઠીસિંહે પાંચ પદયાત્રીઓથી શરૂ કરેલો ઇન્દ્ર રમણ (લાલ ડંડા વાળો) સંઘ આજે 300 માઇભક્તો સાથે દાંતામાં પ્રવેશ કર્યો છે. અંબાજી ભાદરવી મેળામાં ચાલતા પદયાત્રાએ માં અંબાના દર્શન કરવાનું માહાત્મ્ય પણ અલૌકિક છે. લાલડંડા સંઘ ઉપાસક એવા કૌશિકભાઇ ગોરના જણાવ્યા મુજબ સને 1835 ના ભાદરવા સુદ-2 ના ચંદ્રદર્શન પ્રમાણે આ સંઘનું પ્રથમ શુભ પ્રારંભ થયો હતો. એ સમયે અમદાવાદની વસતિ માંડ દોઢથી બે લાખની હશે. ત્યારે અમદાવાદમાં ભયંકર પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.

બાવન ગજની ધજાઓ સાથે પદયાત્રીઓ મા અંબાના ધામ ભણી
બાવન ગજની ધજાઓ સાથે પદયાત્રીઓ મા અંબાના ધામ ભણી

તે સમયે અમદાવાદ શહેરના ઉદ્યોગપતિ શ્રેષ્ઠ હઠીસિંહ કેશરીસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને મનોમન માં અંબાને દૂરના અંતરેથી અંત:પૂર્વક પ્રાર્થના કરતા રોગ સમી ગયો હતો. જેને બાધા આખડી પૂર્ણ કરવા સંકલ્પ સિદ્ધ અર્થે માથે ચૂંદડી બાંધી માતાજીના નિશાન સાથે પાંચ ભક્તોએ અમદાવાદથી પદયાત્રાએ પ્રસ્થાન કરી માતાજીના દર્શન કરી સંકલ્પ પૂરો કર્યો હતો.

હઠીસિંહ સાથે ગયેલા જયસિંહભાઈ ખુશાલદાસ અંબાજીથી પાછા ફરતા ત્યાંથી માં ની આરસની મૂર્તિ સાથે લેતા આવેલા અને માંડવીની પોળમાં પોતાના મકાનમાં માતાજી અને બટુક ભૈરવની પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરેલી. તેમને માતાજીએ પ્રેરણા આપીને શરૂ કરેલો સંઘ આજે 188 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આજે આ સંઘમાં 300 પદયાત્રીઓ જોડાયેલા છે. માતાજીના નિશાન સાથે 165 કી.મી. અંતર કાપી આવતો શિસ્તને વરેલો ઇન્દ્ર રમણ સંઘ આજે પણ નિયત રૂટ પરથી પસાર થઈ છેલ્લો પડાવ દાંતા રાજગઢીમાં માતાજીના દર્શન, પૂજા અર્ચના બાદ અંબાજી પહોંચી ભાદરવી સુદ 11 ના નીજ મંદિરે ધ્વજારોહણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...