માઁ અંબાના ધામથી મેવાડની યાત્રા:અંબાજીથી 25 વર્ષ જૂનો પગપાળા સંઘ આજે ફરી રાજસ્થાનના કલવાના જવા નીકળ્યો; ભૈરવ બાબાના દર્શન કરી પરત ફરશે

અંબાજીએક મહિનો પહેલા

છેલ્લા 25 વર્ષ જૂનો પગપાળા સંઘ આજે ફરી રાજસ્થાનના કલવાના ખાતે નીકળ્યો, મોટી સંખ્યામાં લોકો સંઘ સાથે જોડાઈ પગપાળા ભૈરવ બાબાના દર્શન માટે નીકળ્યા હતાં. યાત્રાધામ અંબાજીથી ચાર દિવસનું પગપાળા સંઘ લઈ રાજસ્થાનના કલવાના ખાતે આ સંઘ પહોંચશે.

સંઘ લઈ સેંકડો કિલોમીટર દર્શન માટે
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. તો માં અંબાના ધામે હજારો, લાખોની સંખ્યામાં લોકો પગપાળા કરી સંઘ લઈ આવતાં હોય છે .આજે શુક્રવારે અંબાજીથી મોટી સંખ્યામાં લોકો પગપાળા સંઘ લઈ રાજસ્થાનના મેવાડ ખાતે આવેલા કલવાના નીકળ્યા છે. અંબાજીમાં વસવાટ કરતાં રાજસ્થાની લોકો દ્વારા આજે સંઘ લઈ પગપાળા કરી સેંકડો કિલોમીટર દર્શન માટે કલવાના ખાતે નીકળ્યા છે.

સંઘ રાજસ્થાનના કલવાના ખાતે પહોંચશે
અંબાજીથી છેલ્લા 25વર્ષથી આ સંઘ પગપાળા કરી રાજસ્થાનના મેવાડમાં આવેલા કલવાના ખાતે ભૈરવ બાબાના દર્શન માટે જતો હોય છે. આજે આ સંઘમાં 40થી વધુ ભક્તો જોડાઈ પગપાળા સંઘ લઈ રાજસ્થાન નીકળ્યા છે. યાત્રાધામ અંબાજીથી ચાર દિવસનું પગપાળા સંઘ લઈ રાજસ્થાનના કલવાના ખાતે પહોંચશે તો, કલવાનામા ભૈરવ બાબાના દર્શન કરી ફરી પરત અંબાજી આવશે.

અન્ય સમાચારો પણ છે...