ભારે ઉકળાટ બાદ ઠંડક:અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી; બફારાથી ત્રાહિમામ પોકારેલા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

અંબાજી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વહેલી સવારથી અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદની એન્ટ્રી થઈ હતી. અંબાજીમાં દિવસભર ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં બપોર પછી અચાનક કાળા વાદળ આકાશમાં છવાયા હતા. ત્યારે અચાનક ભારે વરસાદની શરૂઆત થઈ હતી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે-સાથે લોકોએ ભારે ગરમીથી રાહત મેળવી હતી. અંબાજીમાં વરસાદ વરસતા તમામ માર્ગો પાણી-પાણી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...