માઁ જગતજનની અંબાના ધામમાં આવનાર પોષી પૂનમમાં જગતજનની અંબાના પાટોત્સવની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવશે. જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
વિધિવત રૂપે આજે માતાજીને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો
અંબાજીમાં યોજાનાર માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો આ ભવ્ય શોભા યાત્રામાં જોડાશે. જેને લઈને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા 2100 કિલોની સુખડીનો મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. આ મહાપ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહાપ્રસાદ બનાવવામાં પ્રથમ કામગીરીમાં મહાપ્રસાદ આજે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યો દ્વારા વિધિવતરૂપે માઁ જગજનની અંબાના મંદિરમાં માતાજીને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આજે અંબાજી મંદિરમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યો દ્વારા સુખડીનો મહાપ્રસાદ લઈને બોલ મારી અંબે જય જય અંબે ના નાજ સાથે વિધિવત રૂપે આજે માતાજીને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.