અસલામત સવારી:અંબાજીથી અંબાઈ ગઢા જતી એસટી બસને નડ્યો અકસ્માત; બસમાં સવાર 4 મુસાફરોનો આબાદ બચાવ, કોઈ જાનહાનિ નહીં

અંબાજી23 દિવસ પહેલા

'સલામત સવારી એસટી અમારી'ને અકસ્માત નડ્યો છે. અંબાજીથી અંબાઈ ગઢા જતી એસટી બસનો અકસ્માત સર્જાયો છે. દાંતા નજીક આવેલી કુવારશી ઘાટી જોડે બસના બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ડ્રાઈવરને હાથના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. એસટી બસમાં સવાર 4 મુસાફરોનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો.

વાહન વ્યવહાર ખોરવાયો
​​​​​​​​​​​​​​
બસનો અકસ્માત સર્જાતા બસ રસ્તા વચ્ચે આડી થઈ ગઈ હતી.જેના કારણે બંને તરફના રસ્તાઓ બંધ થતા હતા. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અંબાજીથી અંબાઈ ગઢા જતી એસટી બસનો અકસ્માત સર્જાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બસ રોડ પર આડી થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...