અંબા મહેલ:દાંતા સ્ટેટની 300 વર્ષ જૂની રાજગઢીની કાયાપલટ, મહેલને પુનઃ સજીવન કરવા જયપુરથી ખાસ કારીગરો બોલાવ્યા હતાં

અંબાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતાના મેરાયા ડુંગરની ગોદમાં વર્ષ 1905માં નિર્માણ પામેલો અને એક લાખથી વધુ ચોરસ ફૂટમાં પથરાયેલા રાણી મહેલની કાયાપલટ કરવામાં આવી છે. જે હવે અંબા મહેલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે. એક સમયે જ્યાંથી અંબાજી મંદિરનો વહીવટ થતો હતો. એવી દાંતા રાજવી પરિવારની રાજગઢી વર્ષોની થપાટ ખાધા બાદ જર્જરિત થઈ હતી. જેને ડીસાના યુવા સાહસિક હિતેષભાઇ ઠક્કરે તેની જાળવણીનુ બીડું ઝડપ્યું હતું.

જીર્ણ થયેલ આ મહેલને પુનઃ સજીવન કરવા જયપુરથી ખાસ કારીગરો બોલાવી એક વર્ષની કામગીરીના અંતે નવા સ્વરૂપે મૂર્તિ મંત બનાવ્યો છે. જ્યા અંબા મહેલ સહીત માતાજીની પ્રાચીન પૂજાના દર્શન અને નિહાળવા અનેક મુલાકાતીઓ આવે છે.

રાજમહેલની પ્રાચીન બનાવટને ચણતર અનુરૂપ ખાસ પ્રકારના દ્રવ્યોનો ઉપયોગ
300 વર્ષ પૂર્વેના રાજમહેલને નવા ઓપ માટે જયપુરના કારીગરો પૈકી મુખ્ય એવા હશનભાઈના જણાવ્યા મુજબ આ મહેલની જાળવણી લાંબો સમય કરી શકાય તે માટે ચૂનો, ઈંટોનો પાઉડર, બજરી, બીલીપત્ર, અડદની દાળ, કડવી મેથી, ગોળ અને જ્યા વરસાદી પાણીનો ભેજ વધુ રહેતો હોય ત્યાં આંબલીના પાણીનો ઉપયોગ કરી આ મિશ્રણ દ્વારા 40 કારીગરો દ્વારા એક વર્ષના અંતે કામ પૂરું કરવામાં આવ્યું છે. અંબા મહેલ તરીકે આકાર પામેલ રાજગઢી ના હયાત થાંભલા અને નક્શી કામને યથાવત રાખી તેને રંગ રોગાન કરી આકર્ષક બનાવવા માં આવ્યા છે.હશનભાઈના જણાવ્યા મુજબ વર્ષો પૂર્વે કુશળ કારીગરો દ્વારા આ વિરાસત ઊભી કરાઈ છે.

પ્રિવેડિંગ શૂટ માટે હોટ ફેવરિટ
25 જેટલા વિશાળ કોતરણી વાળા રૂમો, સહીત લાંબી અને ઝરૂખાઓ ધરાવતા રાજમહેલ, આકર્ષક રોશની અને ઝૂંમરો લગાવવા સાથે અંદર ગામડાનો પણ એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જે હવે લગ્નોત્સુક યુવક, યુવતીઓ માટે પ્રી વેડિંગના શૂટિંગ માટે હોટ ફેવરિટ બન્યો છે.

ગુજરાતી ફિલ્મ માટે પણ મહત્વનું સ્થળ
વિવિધ લોકેશનની સુવિધા અંબા મહેલમાં કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતી આલ્બમ બનાવતા નિર્માતાઓ માટે મહત્વ નુ સ્થાન બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...