ગુમ થયેલ બાળકો માટે હેલ્પલાઈન:અંબાજી મેળામાં પરિવારથી વિખુટા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવા માતૃ મિલન પ્રોજેક્ટ હેઠળ વિશેષ વ્યવસ્થા કરાઈ; 1098 હેલ્પલાઈન જાહેર કરાઈ

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ખાતે બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.૦૫-૦૯-૨૦૨૨ થી તા.૧૦-૦૯-૨૦૨૨ દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે. આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં માતૃ મિલન-પ્રોજેક્ટ અંતર્ગત બાળકની સુરક્ષા માટે સૌ પ્રથમ તો બાળક મેળામાં પરિવારથી વિખુટુ પડે જ નહીં તે માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમ કે, અંબાજી જતા તમામ માર્ગો પર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ દ્વારા બાળક માટે રાખવાની સલામતિ તથા બાળક ખોવાયેલ કિસ્સામાં ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર-૧૦૯૮ અને અંબાજી મુખ્ય પોલીસ કંટ્રોલ પોઈન્ટના ફોન નંબર-૦૨૭૪૯ ૨૬૨૦૩૧/૩૨ પર સંપર્ક કરવા માટેની જાહેરાતના હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેડીયો F.M. 90.4 ઉપર પણ વારંવાર બાળકને મેળામાં સાચવવા અંગેની જાહેરાત સતત કરવામાં આવી રહી છે.

બાળકોને એક RFID કાર્ડ પહેરાવવામાં આવે છે
આ વર્ષે મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોડાફોન સાથે કોલોબ્રેશન કરી વોડાફોન દ્વારા અંબાજીમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર દાંતાથી અંબાજી રોડ પર વેલકમ ડોમ નજીક, હડાદથી અંબાજી પ્રવેશદ્વાર પર પ્રજાપતિ ભવન પાસે તથા આબુરોડથી અંબાજી પ્રવેશદ્વાર ગજરાજ પ્રવેશદ્વાર નજીક તથા મુખ્ય કંટ્રોલ પોઇંટ ખોડિવલ્લી સર્કલ પાસે અને એક ડોમ અંબાજી મંદિરમાં લગાવવામાં આવેલ છે. જેમાં પગપાળા આવતા યાત્રાળુઓના બાળકોને એક RFID કાર્ડ પહેરાવવામાં આવે છે. જેમાં બાળકનું નામ, સરનામું, વાલીનું નામ તથા સંપર્ક નંબરની વિગતો લેવામાં આવે છે.

જ્યારે આવું RFID કાર્ડ પહેરેલ બાળક મેળામાં ગુમ થાય અને કોઈને મળી આવે તો તે બાળકને અંબાજી ખાતે વિવિધ જગ્યાએ ઉભા કરેલ વોડાફોનના સ્ટોલમાં લઈ જવામાં આવે છે. જ્યાં બાળકનું RFID કાર્ડ વોડાફોનના કર્મચારીઓ દ્વારા સ્કેન કરવામાં આવે છે. જેમાં બાળકની સંપૂર્ણ વિગતો મળી આવશે તથા બાળકના પરિવારને શોધીને બાળકને તેમના પરિવાર સાથે મિલન કરી આપવાની કામગીરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...