સ્નેહ મિલન કાર્યક્રમ:અંબાજીમાં વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ, મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યાં

અંબાજી19 દિવસ પહેલા

અંબાજી ખાતે આજે અંબાજીમાં અને આજુબાજુમાં વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. અંબાજીની કૈલાશ ટેકરી નીચે આવેલી પ્રજાપતિ ધર્મશાળામાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના પુરુષ-મહિલાઓ સહિત બાળકો હાજર રહ્યાં હતા.

અંબાજીમાં યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવીને દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો અંબાજીના પ્રજાપતિ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજીમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજ એકત્રિત રહે અને પોતાનું યોગદાન આપી સમાજને આગળ લઈ જવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજને નવી દિશા મળે તેના માટે આ કાર્યક્રમની યોજના બનાવવામાં આવી હતી. અંબાજી માં વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તો મિલન કાર્યક્રમની સમાપ્તિ બાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...