બસમાંથી પકડાઈ 143 કિલો ચાંદી:રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી બસમાં ચાંદીની હેરાફેરી ઝડપાઈ; પોલીસે મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ઘરપકડ કરી

અંબાજી2 મહિનો પહેલા

રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર પર વસેલું માઁ જગતજનની આંબાનું ધામ અંબાજી જગત વિખ્યાત છે. આજે અંબાજી નજીક આવેલા આબુરોડ માવલ પાસેથી આબુરોડ રિકકો પોલીસે 143 કિલો ચાંદી ગેરકાયદેસર રીતે નાના પેકેટ કરી લઈ જતા પકડી પાડી છે.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેકો પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ આવતી હોય છે. તો ગુજરાત અને રાજસ્થાનની પોલીસ ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર વસ્તુઓ ઝડપી પાડતી હોય છે. આજે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પેહલા એક ખાનગી બસમાંથી 143 કિલો 264 ગ્રામ ચાંદી જેની આશરે કિંમત 86 લાખ રૂપિયા છે તે આબુરોડ રિકકો પોલીસે પકડી હતી. 143 કિલો ચાંદીને બસના સીટ નીચે છુપાવીને ગુજરાતમાં લાવવાની કોશિશને નાકામ કરી એક વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બસમાં સવાર બીજા મુસાફરોને બીજા વાહનની સુવિધા કરી મોકલવામાં આવ્યા હતા. 143 કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...