મોટી મોટી કંપનીઓ પોતાના ટેન્ડરને લઈ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરતા હોય છે. ત્યારે રોડ વચ્ચે ઝાડ અને પેડ લગાવવાનું પણ કામગીરી તેમના દ્વારા કરવામાં આવતી હોય છે. તો આ ઝાડ અને પેડ પોધાની સંરક્ષણ અને પાંચ વર્ષ સુધી તેમને સાચવવાની જવાબદારી આવે છે. પણ દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી પર ફોર લાઇન હાઈવે ના વચ્ચે આવેલા ઝાડ અને પેડ પોધા હાલમાં બળી જવાની હાલતમાં જોવા મળી રહ્યાં છે.
દાંતાના રતનપુર ચોકડીના હાઇવે માર્ગ પર રોડ વચ્ચે આવેલા ઝાડ પેડ પોધાનું સંરક્ષણ અને રખરખાવ રોડનું ટેન્ડર લેતી કંપનીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે એપેક્સ અને મારુતિ કંપની દ્વારા દાંતા હાઇવે માર્ગનું ટેન્ડર અપાયું હતું. તો પાંચ વર્ષ સુધી રોડ વચ્ચે આવેલા ઝાડ અને પેડ પોધાનું સંરક્ષણ અને રખરખાવ પણ તેમની જવાબદારીમા આવતું હોય છે. પણ આ કંપનીઓ પોતાનો ફાયદો અને એકવાર ઝાડ લગાવ્યા બાદ તેમનું રખરખાવ ન રખાતા હાલની સ્થિતિમાં ઝાડ સુકાઈ જવાની હાલતમાં જોવા મળી રહ્યા છે.
તો આ કંપનીઓ ફક્ત અને ફક્ત પોતાનો ફાયદો અને સરકાર દ્વારા અપાયેલા ટેન્ડર પ્રક્રિયામાં બેદરકારી કરવાનો મામલો સામે આવ્યો છે. હાલની સ્થિતિમાં દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી હાઇવે માર્ગ પર રોડ વચ્ચે આવેલા ઝાડ અને પેડ પોધાનું રખરખાવ ન રખાતા તે સુકાઈ જવાની હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ કંપનીઓને આ ટેન્ડર પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા એવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી આગળ ટેન્ડર ન અપાય તેવી પણ માંગ ઉઠી પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.