ભિક્ષાવૃત્તિમાંથી મુક્તિ અપાવવાનું શ્રેષ્ઠ કાર્ય:અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા શિક્ષા જાગૃતિ રેલી યોજાઈ; યોગ્ય શિક્ષણ આપવાની જવાબદારી લીધી

અંબાજી17 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા ભિક્ષાવૃત્તિ કરતા બાળકો માટે એક સુવર્ણ ભવિષ્ય લઈને કાર્યરત થઈ છે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય છે કે, પવિત્ર યાત્રાધામ અંબાજી દેશભરનું એક એવો પવિત્ર યાત્રાધામ બને કે ત્યાં કોઈપણ ભિક્ષા નહીં માંગે અને જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે તેમને યોગ્ય શિક્ષણ આપવાની જવાબદારી પણ શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા ઉઠાવવા માટે તૈયાર છે.

બાળકોને ભિક્ષાવૃત્તિથી મુક્ત કરવાનું લક્ષ્ય
શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાનું એક જ ઉદ્દેશ્ય છે કે, ભિક્ષા નહીં શિક્ષાના ઉદ્દેશ્ય સાથે ચાલતી આ સંસ્થા અનેકો બાળકોના ભવિષ્યને અંધકાર તરફથી અંજવાળા તરફ લઈ આવ્યું છે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે અનેકો ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ભિક્ષાવૃત્તિથી મુક્ત કરી યોગ્ય શિક્ષણ તેમજ તેમનું ભણવા અને આર્થિક રીતે પણ મદદ કરી તેમના ભવિષ્યને ઉજ્જવલ બનાવવાની એક સુંદર કામગીરી આ સંસ્થા કરી રહી છે.

શિક્ષા જાગૃતિ રેલીનું આયોજન કરાયું
આજે રવિવારે શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા અંબાજી મંદિરના શક્તિ દ્વારથી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકો બાળકો જે પહેલા ભિક્ષાવૃત્તિ કરતાં હતાં અને હાલ એ યોગ્ય શિક્ષા મેળવી રહ્યા છે. તે બાળકો જોડાયા હતા અને બીજા પણ બાળકો જે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે તેમને આ ભિક્ષાવૃત્તિથી બહાર કાઢી અને શિક્ષા તરફ અગ્રેસર કરવા માટે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો અનેકો બાળકો આ રેલીમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...