દિવ્યાંગની અપાર શ્રદ્ધા:માં અંબામાં અડગ શ્રદ્ધા ધરાવતા​​​​​​​ આ વ્યક્તિને જોઈ પદયાત્રિકોનો પણ થાક ઉતરી જાય છે

અંબાજીએક મહિનો પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં જગતજનની અંબાનું ધામ જગ વિખ્યાત છે. માં અંબાના દર્શનાથે દર રોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે માં જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ છે. આજથી 10 સેપ્ટેમ્બર સુધી ચાલનાર મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો સંઘો સાથે અને પગપાળા માં અંબાના દર્શનાથે અંબાજી આવશે. પણ જ્યારે એક દિવ્યાંગની અપાર શ્રદ્ધાને જોઈ પગપાળા આવતા માઇભક્તોનો થાક ઉતરી જાય છે.

ભાદરવી પૂનમના મેળાની શાનદાર શરૂઆત થઇ છે ત્યારે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક કે કંટાળ લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા આ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતા પણ રોકી શકતી નથી. આ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં પુરા જોમ-જુસ્સા સાથે અંબાજી તરફ ટ્રાઇસીકલ લઇને માતાજીના દર્શન માટે આગળ વધી રહ્યા છે. જેને જોઇને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...