21 વર્ષની પરંપરા યથાવત:રાજકોટનો સંઘ 12 દિવસની પગપાળા કરી અંબાજી પહોચ્યો, કાલે સવારે મંદિરના શિખરે ધજા ચઢાવશે

અંબાજી21 દિવસ પહેલા

આજે ભાદરવી મહામેળાનો ચોથો દિવસ છે, ત્યારે લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા કરી અંબાજી પહોચી રહ્યા છે. ગુજરાત ભરમાંથી ભક્તો સંધો લઇ પગપાળા અંબાજી પહુચી માં અંબાના ચરનોમાં શીશ નમાવે છે. તો આજે રાજકોટનો એક સંઘ અંબાજી આવી પહુચ્યો હતો. જે સતત 21 વર્ષથી માં અંબાના ધામે પગપાળા કરી સંઘ લઇને આવે છે. વિશેષમાં કહીએ તો આ રાજકોટનો સંઘ 21 વર્ષથી સતત દર વર્ષે ભાદરવી પૂનમમાં અંબાજી આવે છે.

રાજકોટથી 12 દિવસનો પ્રવાસ કરી પગપાળા ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાજી આજે આવી પહુચ્યો છે. રાજકોટનો આ સંધમાં ટ્રેડિશનલ ડ્રેસ અને આભૂષણો સાથે દરેક સદસ્ય આવતો હોય છે. જે પગપાળા દરમ્યાન દર રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતો હોય છે. આજે આ રાજકોટનો સંઘ અંબાજી પહોચ્યો હતો. કાલે સવારે માં અંબાના નિજ મંદિરે પહુચી માં અંબાનો આશીર્વાદ મેળવી મંદિરના શિખરે ધજા અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...