આઝાદીના 75 વર્ષની ઉજવણી:અંબાજી પોસ્ટ ઓફિસમાં 25 રૂપયાનાં દરે તિરંગાનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેકો કર્યક્રમ યોજાઈ રહ્યાં છે. તેને ભાગ રૂપે 13,14,અને 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા કાયકર્મનું રાષ્ટ્વ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવા માટે રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સરળતાથી મલી રહે તે માટે સરકાર તરફથી પોસ્ટ ઓફિસમાં પણ તિરંગાનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.

તિરંગા કાર્યક્રમ અંતર્ગત 25 રૂપિયાના દરે વેચાણ શુરું કરાયું
આજથી અંબાજીના પોસ્ટ ઓફિસ ખાતે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 25 રૂપિયાના દરે વેચાણ શુરું કરાયું છે. અંબાજીમાં તિરંગા વેચાણ અને હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીને લઈ દેશ પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. અંબાજીમાં 25 રૂપિયાના દરે કાપડના તિરંગાના વેચાણ થતા અંબાજીમાં વસતા દેશ પ્રેમીઓ તિરંગા લેવા પોસ્ટ ઓફિસ પહુચ્યાં હતા. સાથે રાષ્ટ્રીય ધ્વજને લઈ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...