ગાંજા સાથે શખ્સ ઝડપાયો:અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ પર એસ. ટી. બસમાંથી 1.38 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

અંબાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સધન સુરક્ષા ચુસ્ત કરવા સાથે કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મંગળવારે એસટી બસમાંથી 1.38 લાખ રૂપિયાની કિંમતનો ગાંજા સાથે એક ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસ.ટી બસમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. આવન જાવન કરતાં વાહનોનું ઘનિષ્ઠ વાહન ચેકિંગ થઈ રહ્યું છે. ત્યારે મંગળવારે અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા અંબાજી તરફ પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત એસટી નિગમની એસ.ટી બસમાં તપાસ કરતા મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ બેગની તપાસ કરતા તેમાંથી 13 કિલો 809 ગ્રામ જેટલો અંદાજે રૂપિયા 1.38 લાખનો ગાંજો ઝડપાઈ જવા પામ્યો હતો.

પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી
પોલીસે ગાંજો લઈ બસમાં આવી રહેલ ઇમરાન ખાન પઠાણ રહે. વટવા અમદાવાદ વાળાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...