રીક્ષા ભાડા મુદ્દે પોલીસ તંત્રની કામગીરી:અંબાજીથી ગબ્બર સુધીનું રીક્ષા ભાડું વ્યક્તિ દીઠ 10 રૂપિયા; રીક્ષાઓ પર સ્ટીકર ચિપકાવી ચાલકોને સુચના અપાઈ

અંબાજી3 મહિનો પહેલા

અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી આશીર્વાદ મેળવે છે. અંબાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઇ ભક્તો અંબાજી નજીક 3 કિલોમીટરના અંતરે આવેલા ગબ્બર ગોખ પર માતાજીના અખંડ જ્યોતમાં દર્શન કરવા આવતા હોય છે. માઈ ભક્તો અંબાજીથી ગબ્બર જવા માટે પ્રાઇવેટ વાહનો તો અમુક ટેક્સી અને રીક્ષાઓ કરી ગબ્બર આવતા હોય છે. અંબાજીથી ગબ્બર જતા યાત્રાળુઓ છેતરાય ન તે માટે અંબાજી પોલીસે એક મહત્વની પહેલ કરી છે.

રીક્ષા ભાડાની લૂંટ પર પોલેસી બ્રેક લગાવી
અંબાજીથી ગબ્બર સુધીનો માર્ગ 3 કિલોમીટર થતો હોય છે. જેના લીધે અમુક રીક્ષા ચાલકો અને પ્રાઇવેટ વાહનો દ્વારા અંબાજીથી ગબ્બર આવતા દર્શનાર્થીઓ પાસેથી વધુ પૈસા લેવાતાની ફરિયાદો ઉઠતા અંબાજી પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં અંબાજી પોલીસ દ્વારા તમામ રીક્ષા ચાલકોને સૂચન અપાયું છે, તો દરેક રીક્ષા ઉપર અંબાજીથી ગબ્બર સુધી એક વ્યક્તિનું રીક્ષા ભાડું રૂ.10 નું સ્ટીકર રીક્ષા પર ચીપકાવવાની કામગીરી કરતા યાત્રાળુઓમાં ખુશીનો માહોલ છે. તો અમુક રીક્ષા ચાલકો દ્વારા વધુ પૈસા લેવામાં આવતા પર બ્રેક લગાવાથી દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ અંબાજી પોલીસની આ કામગીરીથી ખુબજ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...