અંબાજીમાં મેળાને લઈ તંત્ર એક્શન મોડમાં:ભાદરવી મેળા પેહલા તોલ માપ ખાતાના દરોડા; અંબાજીમાં 2 દુકાનો પર 27500 દંડ ફટકાર્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં આવનાર 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહામેળો યોજનાર છે. આ ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તોમાં અંબાના દર્શનાથે આવશે. સાથે અંબાજીના બજારોથી લાખો કરોડો રૂપિયાની ખરીદી કરશે. ભાદરવી મહામેલા દરમ્યાન યાત્રાળુઓ ખરીદીમાં ના છેતરાય તેને ભાગ રૂપે વિવિધ વિભાગો સતર્ક થયા છે. તો ભાદરવી મેલા પેહલા અંબાજીમાં આજે તોલમાપ વિભાગ દ્વારા અંબાજી મંદિર શોપિંગ સેન્ટરમાં આવેલી 2 દુકાનો પર ચેકીંગ દરમ્યાન ગડબડી લાગતા પેકીંગ નિર્દેશ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી 27500 રૂપિયાનો દંડ કર્યો છે.

અંબાજી ખાતે આજ રોજ તોલ-માપ કચેરી પાલનપુર દ્વારા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતાની મળેલ ફરિયાદ આધારે મંદિર પરિસરમાં આવેલ બે દુકાનોમાં પેકિંગ નિર્દેશો અનુસાર પાલન કરેલ ના હોય આં પેઢીઓ સામે ધી લીગલ મેટ્રોલોજી એકટ-2009 અંતર્ગત સંયુક્ત ટીમ સાથે અલગ અલગ એકમો પર તપાસ હાથ ધરતા બે એકમો પર કાયદા/નિયમો મુજબના પેકિંગ પર નિર્દેશનો ના હોઇ તેમજ વજન કાંટો નિયત સમય મર્યાદામાં પ્રમાણિત કરવામાં ન આવેલ હોઈ જે અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 27500/- માંડવાળ ફી વસુલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...