વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:વિવિધ પક્ષો દ્વારા દાંતા તાલુકામાં જનસંપર્કો શરુ; ઘરે-ઘરે જઈને નેતાઓ સ્થાનિકોની માંગણીઓ સાંભળી રહ્યા છે

અંબાજી6 દિવસ પહેલા

ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો પોતાની ઉમેદવારી મજબૂત સાબિતી કરવા માટે તાલુકામાં જનસંપર્કોનો દોર ચાલુ થઈ ગયો છે. દાંતા તાલુકામાં ભાજપ માટે વિધાનસભાની ઉમેદવારી મજબૂત કરવા માટે સ્વરૂપસિંહ રાણા દાંતા તાલુકાના ગામે ગામે જનસંપર્ક ના કાર્યક્રમો ચાલુ કર્યા છે.

આજે રાયણિયા ગામે દાંતા તાલુકાના ભાજપ નેતા સરૂપસિંહ રાણા જનસંપર્ક કરી સરકારના કામોની ઉપલબ્ધિ વિશે માહિતી આપી હતી. રાયણિયા ગામે આગેવાનો સાથે મુલાકાત કરી ભાજપ સરકારના વિકાસ કામોની ઉપલબ્ધિઓ અંગે માહિતીગાર કર્યા હતા. સરૂપસિંહ રાણા દ્વારા આજ રોજ જનસંપર્ક દરમિયાન રાયણીયા ગામે ગ્રામ આગેવાનો એવા નેતાભાઈ પરમાર, ચેનાભાઈ ખોખરીયા, ભોજાભાઈ ખોખરીયા, ધર્મેન્દ્રભાઈ ખોખરીયા તેમજ અન્ય આગેવાનો અને યુવા મિત્રો સાથે મુલાકાત કરી. સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ 20વર્ષના વિકાસકાર્યો અંગે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...